મારા વિષે...

મને શરુઆતથી જ સમાજસેવા પ્રત્યે લગાવ વધુ રહ્યો છે.સામાજીક પ્રશ્નોને સરકારશ્રીમાં રજૂઆત કરી ઉકેલવા પ્રયત્ન કરવો.તેને દૈનિક પેપરના માધ્યમ દવારા વાચા આપવી .ઉપરાંત સાહિત્ય મિત્રોને કારને સાહિત્યમાં રસ પડતા હિન્દી ગુજરાતીમાં લખવાનો રસ જાગ્યો.મારા પાંચ પુસ્તકો પ્રકાશિત છે.

છેલ્લા ત્રણ વરસથી એટલેકે પાંચમી સપ્ટેમ્બર ૨૦૦૮ શિક્ષક દિન ના રોજ થી માનનીય મુખ્ય મંત્રીશ્રીના વિદ્યાર્થીઓ સાથેની ગોસ્તી કાર્યક્રમ અન્વયે રામબા કોલેજ પોરબંદર ખાતે વિદ્યાર્થીઓએ દેશ માટે કંઇક કરવા માટે સંકલ્પ લીધા તે સમયે મેં  પણ  એક સરકારી કર્મચારી તરીકે વ્યસન મુક્તિનું કાર્ય  સ્વર્ણિમ ગુજરાત ની ઉજવણી ૨૦૧૦ કરવા માટે સંકલ્પ લીધો. હું શાળા કોલેજમાં જઇ વ્યસન મુક્તિ અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાનું કાર્ય કરું છું. વ્યસન મુક્તિ અંગે મારા બે પુસ્તકો પ્રકાશિત છે.બસમાં ટ્રેનમાં જયા સમય મળે ત્યાં હું લોકેને પણ વ્યસન મુક્તિ માટે સમજ આપું છું.સંકલ્પ કરાવું છું.અત્યાર સુધીમાં ૫૦૦૦ કરતા વધારે લોકેને વ્યસન મુક્તિના સંકલ્પ લેવડાવેલ છે.મારા આ કાર્યની નોધ સરકારશ્રી તેમજ માનનીય મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્ર મોદી માનનીય,શિક્ષાન મંત્રી શ્રી રમણલાલ વોરા ,તેમજ માનનીય ગવર્નર શ્રી ડો.કમલા બેનિવાલે લઇ મને પ્રસ્સ્તી પત્ર એનાયત કરેલ છે.પરમ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા એ મને સંદીપની આશ્રમ પોરબંદર ખાતે શાલ ઓઢાડી સન્માન પત્ર અર્પણ કરેલ છે.તથા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આશીર્વાદ  આપેલ છે. માનનીય શ્રી મોરારીબાપુએ મારા બે પુસ્તકો ૧.સ્વર્ણિમ ગુજરાત સ્વર્ણિમ સંકલ્પ  .ચાલો શાળા કોલેજને વ્યસનમુકત બનાવીએ નું વીમોચન ચોધરી કોલેજ ગાંધીનગર ખાતે કરેલ છે.