વ્યસન   

-૫૭ % પુરુષો અને ૧૧ % સ્ત્રીઓ વ્યસની છે.

-ગુજરાતમાં ૫૧ % પુરુષો અને ૧૭ % જેટલી સ્ત્રીઓને તમાકુને લીધે કેન્સર થાય છે.

-૧૩ થી ૧૫ વર્ષના શાળામાં અભ્યાસ કરતા ૧૯ % જેટલા બાળકો તમાકુની કુટેવમાં ફ્સાયેલા છે.

-બીજા ૧૮ % બાળકોનો ૧ વર્ષમાં ઉમેરો થશે.

-૮ થી ૧૨ માં અભ્યાસ કરતા ૩૦ % બાળકો ગુટખા વિગેરેના આદિ છે.

-વિશ્વમાં મરનાર ૧૦ માં થી ૧ તમાકુને કારણે મૃત્યુ પામે છે.

-સરકાર ૪૫૦ કરોડ રૂપિયા તમાકુ વિરોધી કાર્યક્રમ માટે ખર્ચ કરવાની છે.

-ભારતમાં ૨૦૧૦ પછી ૧૦ લાખ કરતા વધારે લોકો મૃત્યુના મુખમાં હોમાશે.

-વિશ્વમાં ૫૪ લાખ લોકો દર વર્ષે મૃત્યુ પામે છે.

-ધ્રુમ્રપાન /તમાકુના સેવનથી ૧૨ લાખને ફેફસાનું કેન્સર ,૧૦ લાખને લીવરનું ,૯ લાખને અન્નનળીનું કેન્સર થાય છે.

-ધ્રુમ્રપાનથી મૃત્યુ પામતા ૧૦ માં થી ૭ ભારતના હોય છે.

-આમજ ચાલશે તો વિશ્વમાં ૨૦૨૦ સુધીમાં ૧૦ કરોડ લોકો મ્રત્યુ પામશે .ભારતમાં ૮ કરોડ લોકો મૃત્યુ પામશે .

-ભારતમાં રોજના ૨૨૦૦ લોકો અને વરસે ૧૦ લાખ લોકો તમાંકુજ્ન્ય રોગોથી મૃત્યુ પામેછે.

-રોજ ૫૫૦૦ યુવાનો તમાકુ ખાતા શીખે છે.

-૨૫ કરોડ લોકો તમાકુની બનાવટનું નિયમિત સેવન કરેછે.

-આરોગ્ય મંત્રાલયના અહેવાલ મુજબ દેશની વસ્તીના ૪૦ % લોકો એટલેકે ૪૦ કરોડ લોકોનું આરોગ્ય તમાકુના સેવનને કારણે જોખમાય છે.

-તમાકુમાં ૪૦૦ થી વધુ રસાયણો હોય છે.તેમાં ૪૮ દ્રવ્યો કેન્સર પેદા કરે છે.નીકોટીન થી માનસ વ્યસની બની જાય છે.

-ધ્રુમપાન કરનાર નું આયુષ્ય ૧૦ થી ૧૨ મીનીટ ઘટે છે. એક સર્વેક્ષણ મુજબ કેન્સર ના ૧૦૦ દર્દી પૈકી ૮૫ લોકો બીડી/ સિગારેટના વ્યસની હતા.

-દેશમાં  ૧૫ વર્ષના ૪ કરોડ બાળકો તમાકુનું સેવન કરે છે.

-ગુજરાતમાં ૧૫ % મહિલાઓ તમાકુનું સેવન કરે છે.

-વીશ્વના ૨૦ દેશોમાં ભારતનું સ્થાન ત્રીજું છે.

-દેશમાં ૪.૩૦ કરોડ મહિલાઓ ધ્રુમપાન કરે છે.

-આંધ્રમાં ૬૭ % મહિલાઓ વ્યસની છે.

તમાકુનું વ્યસન

પ્રાચીનકાળથી જ મનુષ્ય આનંદ,શાંતિ, તણાવથી છુટકારો મેળવવાનો પ્રયાસ કરતો આવ્યો છે. પણ આ બધું સરળ રીતે મેળવી ન શકવાને કારણે બીજી અનેક પદ્ધતિએ વિભિન્ન માદક દ્રવ્યોનો ઉપયોગ કરતો રહ્યો છે. જેમકે, ધતૂરાનાં બી, સોમરસ,ભાંગ, ગાંજો વગેરે... આધુનિક સમયમાં તેની સાથે સાથે બીજા પદાર્થો પણ તેમાં ભળી રહ્યા છે, જેમકે હેરોઈન, ચરસ, કોકેઇન,અફીણ વિભિન્ન પ્રકારની ઊંઘની ગોળીઓ તથા તમાકુ, સિગારેટ, ગુટકા, જર્દા વગેરે...

આ બધામાં તમાકુ સૌથી વધુ અસરકારક માદક અને ઝેરીલો પદાર્થ છે. જે વ્યક્તિને આ બધા નશા કરતાં પણ વધુ હાનિ પહોંચાડે છે.

આ એક એવું વ્યસન છે, જેને સામાજિક માન્યતા મળેલી છે. વ્યક્તિ અન્ય નશાનો ઉપયોગ કરતી વખતે સમય અને સ્થાનનું ભાન રાખે છે, પરંતુ તે તમાકુનો ઘર-બહાર, રાત-દિવસ બધી જ જગ્યાએ સંકોચ વિના ઉપયોગ કરે છે.

તમાકુને મુખ્યરૃપે ત્રણ પ્રકારે વાપરવામાં આવે છે.

* ખાવાના રૃપે જેમ કે-ગુટકા, જર્દા, ખૈની વગેરે.

* નાક દ્વારા સૂંઘવાના રૃપે - છીંકણી વગેરે.

* ફૂંકીને પીવાના રૃપે - ધૂમ્રપાન દ્વારા જેમ કે, બીડી, સિગારેટ હુક્કો વગેરે...

પ્રભાવ : ત્રણેય પ્રકારે વપરાતી તમાકુ શરીરની અંદર નિકોટીન નામનું ઝેર લોહીમાં ઘોળે છે, જે થોડા જ વખતમાં આપણા શરીરમાં ફેલાઈ જાય છે. તથા કૃત્રિમ ઉત્તેજના પેદા કરે છે. જેથી પીનારાઓને નકલી તાજગીનો અહેસાસ થાય છે. ધીરે ધીરે શરીર આની માત્રાને વધારવા માંડે છે અને આ ઝેરીલા નશામાં એકદમ જકડાઈ જાય છે.

તમાકુની અંદર રહેલાં ઝેરીલાં તત્ત્વો : તમાકુમાં લગભગ ચાર હજાર પ્રકારના ગલનશીલ જ્વલનશીલ ઝેરીલા રસાયણ પદાર્થ છે, જે માનવ શરીરમાં કેન્સર અને બીજા અસાધ્ય રોગ માટે જવાબદાર છે. જેમ કે કૈડમિયમ આર્સેનિક, પારો, કાર્બન મોનોકસાઇડ, નિકોટિન, ડીડીટી,સીસુ, એસીટોન, હાઈડ્રોજન સાઈનાઈસ, યૂરેથીન, ફિનાઈલ, ફારમલ્ડડાઈટ, બ્યૂટેન, ફિનોલ,નિકામ, નાઈટ્રોજન, સલ્ફેટ, પોલોનિયમ, બેન્જીન, આઈસોથ્રીન, જે શરીરમાં એકદમ ઘાતક બીમારીઓ સાથે કેન્સર ઉત્પન્ન કરે છે.