આપનું સ્વાગત છે...

વ્યસનો ધરાવનારા વ્યક્તિઓ માટે વ્યસન એક રહસ્યમય આદત છે કારણ કે વ્યસનથી મુક્ત થવું એ તેઓના માટે આસાન નથી હોતું... વ્યસન બાબતે તેના બંધાણીઓ દુર્યોધન જેવું વર્તન કરતા હોય છે “જાનામિ ધર્મમ નચમે પ્રવૃત્તિ... જાનામ્યે અધર્મમ નચમે નિવૃત્તિ...” તેઓ જાણે છે કે વ્યસન ખરાબ છે છતાં પણ છોડી શકતા નથી. તેઓ છોડવા માંગે છે છતાં પણ વ્યસન છૂટતું નથી. ઘણા લોકો વ્યસન છોડવા માટે અનેક પ્રયત્નો કરતા રહેતા હોય છે, કદાચ કોઈ કોઈ કિસ્સામાં વ્યસન છૂટી પણ જાય છે છતાં પણ તેઓ કોઈ ને કોઈ રીતે ફરીથી વ્યસન તરફ ખેંચાય છે અને વ્યસનને વળગી બેસે છે. અમુક કિસ્સામાં એક વ્યસન છૂટે છે અને બીજું વ્યસન વળગી જાય છે. જેમકે સિગારેટ છોડીને લોકો તમાકુ કે ફાકી કે પાન ખાતા થઇ જાય છે. અથવા કોઈ વખતે વ્યસન છોડ્યા બાદ લોકોનું વજન વધી જાય છે કારણ કે તેઓ વ્યસનને બદલે ખા-ખા કરવાના રવાડે ચડી જાય છે અને વજન વધારવા માંડે છે. અથવા કોફી કે ચા જેવા કેફેનયુક્ત પદાર્થોનું સેવન કરવા માંડે છે.

આપણે જોઈએ છીએ કે વ્યસન છોડાવવાની લગભગ દરેક પદ્ધતિઓનું પરિણામ લગભગ શૂન્ય જ હોય છે કારણ કે એ તમામ પદ્ધતિઓમાં વ્યસન પેદા થવાના મૂળ કારણ પર કાર્ય થતું નથી, જો વ્યસન પેદા કરનારા મૂળ કારણ પર કાર્ય થાય તો વ્યસનના બંધાણીને એકના બદલે બીજું વ્યસન શોધવાની જરૂર જ ન પડત.

વ્યસન પેદા થવાનું સાચું કારણ છે ચિંતા (અસ્વસ્થતા કે Anxiety)... એક એવી અસ્વસ્થ ભાવના યા ચિંતાજનક લાગણી કે જેના કારણે વ્યક્તિ વ્યસનજનક પદાર્થ લેવા માટે યા કોઈ વર્તણુંક કરવા માટે પ્રેરાય છે અને એ પદાર્થના સેવન દ્વારા અથવા તો કોઈ અગમ્ય વર્તણુંક દ્વારા એ અસ્વસ્થ ભાવના કે ચિંતાજનક લાગણી પર કામચલાઉ રીતે ઢાંકપિછોડો કરવાનો પ્રયત્ન કરે છે.

વ્યસની લોકો સમક્ષ જયારે આ સાચું કારણ રજુ કરવામાં આવે છે ત્યારે તેઓના જીવમાં જીવ આવે છે અને તેઓ રાજીના રેડ  થઈ જાય છે. કારણ કે આ સાચા કારણથી વ્યસનીઓ પોતે પણ અજાણ હોય છે અથવા તો તેનું કારણ સ્પષ્ટ રીતે વર્ણવી શકતા નથી હોતા. વ્યસનના બંધાણીઓ પોતે તો અંદરથી જાણતા જ હોય છે કે તેઓ પોતે ધુમ્રપાન, યા દારૂ, યા તમાકુ, યા  ખાઉધરાપણું, વગેરે દ્વારા તેઓ પોતાની અસ્વસ્થતાનું શમન કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ વ્યસનના સાચા કારણને પોતાની અસ્વસ્થ લાગણી સાથે જોડી શકતા નથી.

 આપણે જોયું છે કે વ્યસનના બંધાણીઓ પોતાના વ્યસનને એક ચિંતાજનક ટેવ તરીકે દર્શાવે છે. જયારે તેઓને ટેન્શન કે ચિંતા કે સ્ટ્રેસ વધી જાય છે ત્યારે એ પરિસ્થિતિમાં વ્યસનજનક પદાર્થોનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવા લાગે છે.

Poll

આપને આ વેબસાઈટ કેવી લાગી?

ઠીક (3)
33%

સારી (3)
33%

ખૂબ સારી (0)
0%

સુધારાની જરૂર છે (3)
33%

Total votes: 9